વીડિયો: સુરતના સ્વામી નારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ વર્લ્ડ યોગા ડેની બનાવી માનવ પ્રતિકૃતિ

આવતીકાલે વર્લ્ડ યોગા ડેની દેશભરમાં ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે સુરતના સ્વામી નારાયણ ગુરુકુળમાં વર્લ્ડ યોગા ડેના લખાણની માનવ પ્રતિકૃતિ બનાવી વિદ્યાર્થીઓએ અનોખી રીતે યોગ દિવસની પૂર્વ સંધ્યાએ ઉજવણી કરી હતી.

જૂઓ વીડિયો…

સમગ્ર માનવ પ્રતિકૃતિનું ડ્રોન દ્વારા શૂટીંગ પણ કરવામાં આવ્યું હતું. નયન રમ્ય અને વિદ્યાર્થીઓની સ્કીલને ઉજાગર કરતી પ્રતિકૃતિએ અનેકના મન મોહી લીધા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતના ટવિટર હેન્ડલ પર આ માનવ પ્રતિકૃતિનો વીડિયો પણ શેર કર્યો હતો.