પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

જામજોધપુરમાં 1990માં થયેલા કસ્ટોડિયલ ડેથ મામલે જામનગર કોર્ટે પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને આજીવન કૈદની સજા સંભળાવી છે. સંજીવ ભટ્ટની સાથે હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને કસૂરવાર જાહેર કર્યા છે.

જામનગર કોર્ટે કલમ 302 હેઠળ બંનેને દોષિત જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, 302 હેઠળ ઓછામાં ઓછી આજીવન કેદની સજા થાય છે તેથી દોષિતોને આજીવન કેદ સજા થવી નિશ્ચિત માનવામાં આવે છે. આ કેસમાં સંજીવ ભટ્ટ સહિત 8 પોલીસકર્મીઓ આરોપી હતા. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આજે ચુકાદો આપવો ફરજીયાત હતો. આ કેસ માટે સ્પેશલ પબ્લિક પ્રોસિક્યૂટરની પણ નિમણૂંક કરવામાં આવી છે.

ફરીયાદ પક્ષ અનુસાર જામનગરમાં 1990માં અધિક પોલીસ કમિશનર તરીકે કાર્યરત સંજીવ ભટ્ટે કોમી રમખાણ દરમિયાન 100 કરતાં પણ વધુ લોકોની ધરપકડ કરવાના આદેશ આપ્યા હતા. ધરપકડ કરાયેલા પૈકી ઘણા બધાને છોડી મૂકવામાં આવ્યા હતા પણ છોડી મૂકાયેલા પ્રભુદાસ વૈષ્ણાનીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પ્રભુદાસને લોકઅપમાં માર મારવામાં આવ્યો હોવાથી તેનું મોત નિપજ્યું હોવનું તેના ભાઈ અમૃત વૈષ્ણાનીએ ફરીયાદમાં જણાવ્યું હતું. સંજીવ ભટ્ટ સહિત કુલ આઠ પોલીસ કર્મચારીઓ સામે ફરીયાદ કરવામાં આવી હતી.

આ કેસના સ્પેશલ પબ્લિક પ્રોસિક્યૂટર તુષાર ગોકાણીએ જણાવ્યું કે, કોર્ટે સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલાને દોષિત ઠેરવ્યા છે. એ સિવાયના આરોપીઓને કસ્ટોડિયલ ટોર્ચર માટે એટલે કે કલમ 323, 506 (1) દોષિત ઠેરવ્યા છે.

આ કેસના સ્પેશલ પબ્લિક પ્રોસિક્યૂટર તુષાર ગોકાણીએ જણાવ્યું કે, કોર્ટે સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલાને દોષિત ઠેરવ્યા છે. એ સિવાયના આરોપીઓને કસ્ટોડિયલ ટોર્ચર માટે એટલે કે કલમ 323, 506 (1) દોષિત ઠેરવ્યા છે. ચૂકાદો આવતા પોલીસ બેડામાં ખળભળાટ વ્યાપી ગયો છે.