સુરતના માંગરોળમાં એક્સિસ બેન્કનાં ATMમાં લાગી આગ, કેશ સહિત મશીન બળીને ખાખ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કીમ ચાર રસ્તા પર આવેલા એક્સિસ બેન્કના એટીએમમાં આગ લાગી હતી. આગમાં એટીએમ મશીન સહિત મશીનની અંદરની કેશ પણ બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

વિગતો મુજબ કીમ ચાર રસ્તા પાસે આવેલા સાનિધ્ય એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર એક્સિસ બેન્કનું એટીએમ આવેલું હતું. ગઈ મોડી રાત્રે એટીએમમાં આગ લાગી હતી અને મશીન સહિત રોકડ રકમ બળીને ખાખ થઈ ગઈ હચી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લીધી હતી.

મહત્વની વાત એ છે કે એપાર્ટમેન્ટમાં આગ પ્રસરે તે પહેલા ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો. એટીએમમાં કેટલા રૂપિયા હતા તે હાલ જાણી શકાયું નથી.