સાંભળો નિર્મલા સીતારમણજી:  ઈન્કમટેક્સમાં કરદાતાઓ પાસેથી માત્ર રૂપિયાની વસુલાત, પણ બદલામાં શું?

સાતમી જુલાઈએ મોદી સરકારના સંપૂર્ણ પૂર્ણકાલીન અને દેશના પ્રથમ મહિલા નાણા મંત્રી તરીકે નિર્મલા સીતારણ બજેટ રજૂ કરવાના છે, ત્યારે આ બજેટ માત્ર બજેટ નહીં પણ લોકોની અપેક્ષા અને આકાંક્ષાઓને પૂર્ણ કરવાના ભાગરૂપે હોવાની આશા બંધાણી છે.

દેશની સૌથી મોટી બલિહારી છે કે લાખો કરદાતાઓ ટેક્સ ભરે છે પણ તેના બદલામાં સરકાર ટેક્સ પેયર્સને શું આપે છે, તો આ પ્રશ્નનો જવાબ સરકાર કે વિપક્ષ પાસે નથી. કોંગ્રેસ સરકાર હતી તો પણ ટેક્સ પેયર્સને કશું મળતું નથી અને ભાજપ સરકાર છે તો પણ ટેક્સ પેર્યસને કશું મળતું નથી. આવક છૂપાવો તો બદલામાં સરકાર કરોડો રૂપિયાની વસુલાત કરે છે અથવા તો હવ નવા કાયદા પ્રમાણે જેલમાં સબડવાનો વારો આવી શકે છે.

મૂળ પ્રશ્ન એ છે કે ટેક્સ પેયર્સ આવક પર 30 ટકા લેખે અબજો રૂપિયાનો ટેક્સ સરકારને ચૂકવે છે. પણ સરકાર ટેક્સ પેયર્સને બદલામાં શું આપે છે. શું કોઈ યોજનામાં ટેક્સ પેયર્સને લાભ મળે છે. માત્ર એક લોન લેવામાં ઈન્કટેક્સ રિટર્નના કાગળો કામ લાગે છે. બાકી કશે પણ ઈન્કમ ટેક્સ રિટર્નના કાગળો કામ લાગતા નથી, એ નરી હકીકત છે.

નાણા મંત્રી તરીકે નિર્મલા સીતારમણ બેઠાં છે તો અબજો કરોડો રૂપિયાનો ટેક્સ પેય કરતા કરદાતાઓને ટેક્સના બદલામાં શું આપી શકાય તેના પર વિચારણા કરવાની જરૂર છે.

ટેક્સ પેય કર્યા બાદ ટેક્સ પેયર્સને ન તો કોઈ વિશેષ લાભ મળે છે કે ન તો એને કોઈ સરકારી યોજનાનો ફાયદો મળે છે. સરકારે ટેક્સ પેયર્સને વિશેષ લાભ આપવાની નીતિ બનાવવાની જરૂર રહેલી છે. કરદાતાઓ માટે તો ભરો તો પણ મરો અને ન ભરો તો પણ મરો, અને બદલામાં સરકાર તરફથી એક સર્ટીફિકેટ સિવાય બીજું કશું મળતું નથી.