વડોદરા નજીક આવેલા બોટાદના જાળીયા ગામના ઉપસરપંચ અને સરપંચના પતિ એવા મનજી સોલંકી પર ગઈકાલે હુમલો કરવામાં આવ્યો હતો અને આજે સારવાર દરમિયાન મનજી સોલંકીનું મોત નિજપતા ભારે ચક્ચાક મચી જવા પામી છે. દલિત ઉપસરપંચની હત્યાના પગલે પરિવાર દ્વારા સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પરિવાર દ્વારા આરોપીઓને તાત્કાલિક ઝડપી જેલના સળીયા પાછળ ધકેલાવી માંગ કરવામાં આવી છે.
ઘટના અંગે મનજી સોલંકીનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મનજી સોલંકીએ આરોપીઓના નામ લીધા છે. આરોપીઓમાં ભગીરથ ખાચર, કિશોર ખાચર, હરદીપ ખાચર વગેરેના નામો લીધા છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.
મનજી સોલંકીના સરપંચ પત્ની ગીતાબેન સોલંકી, એસઆરપી જવાનો સુરક્ષામાં મુક્યાં હતાં તે બધાને પાછા ખેંચી લીધા હતાં. જેના પાંચ દિવસ પછી જ આ હુમલો થયો છે. પોલીસની બેદરકારીને કારણે આ હુમલો થયો છે. મારી મુખ્ય માંગ એ છે કે પહેલા મુખ્ય આરોપીને હાજર કરો પછી જ અમે મૃતદેહ સ્વીકારીશું.
મૃતક સરપંચનાં ભાઇ દિપકભાઇએ ચીમકી ઉચ્ચારતાં જણાવ્યું કે, ‘અમે ગઇકાલ બપોરથી સિવિલ હોસ્પિટલમાં બેઠા છીએ. પરંતુ સરકારે અમારી સાથે કોઇ વાત નથી કરી. હું સરકારને બે કલાકનો સમય આપું છું, ચુનોતી આપું છું કે સરકાર બે કલાકમાં અમારી સાથે વાત કરવા નહીં આવે તો હું અહીંથી મૃતદેહ લઇને સચિવાલય જઇશ, સીએમ હાઉસ જઇશ અને ત્યાંજ મૃતદેહ સાથે હું આત્મવિલોપન કરીશ’
મનજીભાઇનાં પુત્ર તુષારે ચીમકી ઉચ્ચરતા કહ્યું છે કે, ‘અમને સરકારી સહાય નહીં પરંતુ ન્યાય જોઇએ છે. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે.’ ‘અમને સરકારની કોઇ સહાય નથી જોઇતી, અમને ભીખ જોઇતી નથી પરંતુ અમને લેખિતમાં બાંહેધરી જોઇએ છે. તમામ
ગઇકાલથી પરિવારની સાથે આખો સમાજ અમદાવાદનાં સિવિલ હોસ્પિટલમાં ભેગો થયો છે. ત્યારે તમામ પરિજનોમાં રોષ ભભુક્યો છે.