સુરત: ભેસ્તાન વિસ્તારમાં DGVCLની કચેરી પર વિવર્સોનો હલ્લાબોલ

સુરતના ભેસ્તાન ખાતે આવેલી DGVCLની ઇન્ડસ્ટ્રીયલ કચેરી પર વિવર્સ દ્વારા વીજળીના ધાંધીયાને લઈ ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. પ્રમુખ પાર્કના વિવર્સોએ હલ્લાબોલ કર્યો હતો અને કચેરીનો ઘેરાવ કર્યો હતો. પાછલા કેટલાક મહિનાઓથી પ્રમુખ પાર્કના વિવર્સો વીજળીના પ્રશ્ને રોષે ભરાયેલા છે. વારંવારની રજૂઆત કરવામાં આવી હોવા છતાં DGVCLના અધિકારીઓ દ્વાર વીજ કાપ અંગે કોઈ નિરાકરણ કરવામાં નહીં આવતા વિવર્સોએ કચેરીનો ઘેરાવ કર્યો હતો અને નારેબાજી કરી હતી.

છ મહિનાથી વીજલીના ધાંધીય ચાલી રહ્યા હોવાથી વિવર્સો અકળાઈ ઉઠયા હતા. ચોમાસીની શરૂઆત થતાં જ અનેક સ્થળોએ DGVCLના ફિડરો બેસી જવાની ઘટનાઓ બની છે. આ ઉપરાંત રોજબરોજ સરેરાશ 6થી 8 ક્લાક વીજળી ડૂલ થઈ જાય છે.

વિવર્સોએ વીજળીના ધાંધીયાનું દસ દિવસમાં નિરાકરણ નહીં આવે તો પરિવાર સાથે DGVCLની કચેરી પર ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.