કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના આજના જન્મ દિવસે પીએમ મોદીએ તેમને શૂભેચ્છા આપી હતી. પીએમ મોદીએ રાહુલ ગાંધીને જન્મ દિવસની શૂભકામના આપતા ટવિટર પર રાહુલ ગાંધીને તેમના જન્મ દિવસે સારા સ્વાસ્થ્ય અને દિર્ધાયુંની કામના કરી હતી. પીએમ મોદીએ લખ્યું કે રાહુલ ગાંધીને જન્મ દિવસની શૂભકામનાઓ. ઈશ્વર તેમને સારું સ્વાસ્થ્ય આપે અને દિર્ધાયુ બનાવે.
લોકસભા ચૂંટણી વખતે બન્ને નેતાઓ વચ્ચે ભારે તણખલા ઝર્યા હતા. ચૂંટણીમાં ભાદપે ભારી બહુમતી મળી હતી. રાહુલ ગાંધીનો જન્મ 19, જૂન-1970માં થયો હતો.
જન્મ દિવસે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચીને રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરો સાથે સમય વિતાવ્યો હતો. કોંગ્રેસ કાર્યાલયની બહાર હવન અને અન્ય પૂજા કરવામાં આવી હતી.
પીએમ મોદીના શૂભેચ્છા સંદેશ બાદ રાહુલ ગાંધીએ ટવિટ કરી લખ્યું હતું કે થેન્કયુ ફોર યોર ગ્રીટીંગઝ નરેન્દ્ર મોદીજી. હું તેમને વધાવું છું.
રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકારોન લાડુ ખવડાવ્યા હતા.