PM મોદી પહેલાં ગુજરાત રાજ્યસભાની બે સીટની ચૂંટણી એક સાથે કરાવે પછી વન નેશન, વન પોલની વાત કરે

PM મોદી દ્વારા વન નેશન વન પોલને લઈ ઓલ પાર્ટીની મીટીંગ રાખી છે ત્યારે દેશભરમાં ગુજરાતનો મુદ્દો ફરી ગાજ્યો છે. વન નેશન, વન પોલની વાત કરતા PM મોદી પહેલાં ગુજરાત રાજ્યસભાની બે સીટની ચૂંટણી એક સાથે કરીને બતાવે.

કોંગ્રેસના પ્રવક્તા અને સાંસદ ગૌરવ ગોગોઈએ પત્રકાર પરિષદમાં ભાજપ અને PM મોદી પર વન નેશન વન પોલને લઈ રાજકીય હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે PM મોદી રાજ્યસભાની બે સીટની ચૂંટણી એક સાથે કરાવી શકતા નથી ત્યારે તેઓ વન નેશન, વન પોલની વાત કરે છે તે ખરેખર બંધારણની વિરુદ્વનું કામ છે. વન નેશન, વન પોલની મીટીંગમાં કોંગ્રેસ પ્રમુખે હાજર રહેવા બદલ ખેદ પ્રકટ કર્યું છે અને આ અંગેનો પત્ર પણ તેમણે પીએમઓને લખી દીધો છે.

ગૌરવ ગોગોઈએ કહ્યું કે વન નેશન, વન પોલ અંગે કોઈ સંશોધન કર્યા વિના અને બંધારણીય અધિકારો પર તરાપ મારવા સમાન છે. રાહુલ ગાંધીનો આજે જન્મ દિવસ હતો પણ તેમનો આત્મા બિહારમાં હતો.

અત્રે નોંધનીય છે કે ગુજરાત રાજ્યસભાની બે સીટની ચૂંટણીને લઈ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને તે અંગે હવે પછી 25મી જૂને સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટીસ આપી જવાબ માંગ્યો છે.

ગુજરાતમાં રાજ્યસભાની બે સીટ માટે અલગ અલગ બેલેટ પેપર દ્વારા મતદાન કરવા ચૂંટણી પંચે નોટીફિકેશ પ્રસિદ્વ કર્યું છે જેને ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું છે.