પંજાબના ગુરુદાસપુરથી ભાજપના સાંસદ અને ફિલ્મ અભિનેતા સની દેઓલના સાંસદ પદ માટે જોખમ ઉભું થયું છે. સની દેઓલ પર નક્કી કરેલી ખર્ચ મર્યાદા કરતાં વધારે ખર્ચ કરવાનો આરોપ છે. આ મામલે ચૂંટણી પંચન કેટલાક દસ્તાવેજ મળ્યા છે. જેના આધારે પંચ સની દેઓલને નોટીસ જારી કરવા અંગે વિચારણા કરી રહ્યું છે.
ચૂંટણી પંચને મળેલી દસ્તાવેજો પ્રમાણે સની દેઓલે ચૂંટણી દરમિયાન 86 લાખ રૂપિયાનું ખર્ચ કર્યું છે. જ્યારે સંસદની ચૂંટણી માટે એક ઉમેદવાર માટે ખર્ચ કરવાની મર્યાદા 70 લાખ રૂપિયાની છે. નક્કી કરેલી ખર્ચની મર્યાદા કરતા સની દેઓલે વધુ ખર્ચ કરતા પંચ સખત કાર્યવાહી કરવાન મૂડમાં છે.
ચૂંટણી પંચના નિયમો પ્રમાણે જો કોઈ ઉમેદવાર વધારે ખર્ચ કરીને જીતી પણ જાય અને બાદમાં નક્કી મર્યાદા કરતાં વધુ ખર્ચ કરવામાં આવ્યું હોવાનું સાબિત થાય તો જીતેલો ઉમેદવાર સંસદ સભ્ય પદ ગૂમાવી શકે છે અને દ્વિતીય નંબરે આવેલા ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે છે. પંચના નિયમોમાં ખર્ચને લઈ આકરી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે.