બોલિવૂડ સિંગરે મોહન ભાગવતને આતંકી અને યોગી આદિત્યનાથને ગાળ લખતા થયો ભારે હોબાળો

બોલિવૂડની સિંગર અને હિપહોપ એસોસિએશન સાથે સંકળાયેલી હાર્ડ કૌરે મીડિયા પર પોતાની વિવાદાસ્પદ ટીપ્પણીને લઈ ટ્રોલ થઈ રહી છે. હાર્ડ કૌરે પોતાના ઈન્સ્ટાગ્રામ  અકાઉન્ટ પર એક પછી એક અનેક પોસ્ટ કરી હતી, જેમાં આરએસએસના ચીફ મોહન ભાગવત અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્વ આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરતા ભારે હોબાળો મચી ગયો છે.

હાર્ડ કૌર આ પહેલાં પણ સેલિબ્રિટીઝ અને નેતાઓ માટે આવી પોસ્ટ લખી ચૂકી છે. પરંતુ આ વખતે યોગી આદિત્યનાથ અને મોહન ભાગત વિરુદ્વ ટીપ્પણી કરતા મોટો વિવાદ ઉભો થયો છે.

હાર્ડ કૌરે મોહન ભાગવતને માત્ર આતંકવાદી જ નથી કહ્યા પણ દેશમાં થયેલી તમામ આતંકી ઘટનાઓ માટે પણ આરએસએસને જવાબદાર ઠેરવ્યું છે. 26/11નો હુમલો હોય કે પુલવામા ખાતે સીઆરપીએફ કેમ્પ પર થયેલો આતંકી હુમલો હોય. હાર્ડ કૌરે Who killed Karkare નામના પુસ્તકના ફ્રન્ટ પેજનો ફોટો પણ શેર કર્યો છે. આ પુસ્તક એસ એમ મુશરીફે લખ્યું છે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર એટીએસના વડા કરકરેને 2008માં પાકિસ્તાની આતંકીઓએ 26/11ના હુમલા દરમિયાન શહીદ કર્યા હતા.

હાર્ડ કૌરે ગૌરી લંકેશની હત્યા અંગે પણ પોસ્ટ લખી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે ગાળો લખી છે. લોકો તેની આ પોસ્ટ્સને લઈ સવાલો ઉભા કરી રહ્યા છે. હાર્ડ કૌરે પોસ્ટ લખી તો લોકોએ હાર્ડ કૌર માટે ખરાબમાં ખરાબ લખ્યું અને ગાળો સુદ્વાનો મારો ચાલ્યો તો હાર્ડ કૌરે પણ કોમેન્ટ્સ કરનારાઓને ગાળો લખી. મોટાભાગના લોકોએ હાર્ડ કૌરને આડે હાથે લીધી અને તેની આકરી ટીકા કરી હતી. પણ કેટલાક લોકોએ હાર્ડ કૌરના સ્ટેન્ડને લઈ તેને બિરદાવી પણ છે.