2005માં અયોધ્યામાં રામ જન્મભૂમ પરિસરમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં પ્રયાગરાજની કોર્ટે ચૂકાદો આપ્યો છે. નૈની સેન્ટ્રલ જેલમાં થયેલી સુનાવણીમાં સ્પેશિયલ કોર્ટે ચારને આજીવન કૈદની સજા સંભળાવી હતી. જ્યારે એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. આ આરોપીઓ પર હુમલાનું ષડયંત્ર રચવાના કાવતરાનો આરોપ હતો. પાછલા કેટલાક સમયથી આ તમામ જેલમાં બંધ છે. સ્પેશિયલ જજ દિનેશ ચંદ્ર દ્વારા સજા સંભળાવવામાં આવી હતી.
પ્રયાગરાજની અદાલતે મંગળવારે આ મામલે ચૂકાદો આપતા ચારેયને આતંકી હુમલામાં દોષિત ઠેરવ્યા હતા. આ ઉપરાંત તમામ પર 40 હજાર રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હતો. જ્યારે પાંચમાં આરોપી મહોમ્મદ અઝીઝને દોષ મૂક્ત જાહેર કરવામાં આવ્યો હતો.
આ કેસમાં કુલ 63 સાક્ષીઓની જૂબાની લેવામાં આવી હતી. જેમાં 14 પોલીસવાળાનો પણ સમાવેશ થાય છે. મહત્વનું છે હુમલાના માસ્ટર માઈન્ડ અરશદને ઘટના સ્થળે જ ઠાર મારવામાં આવ્યો હતો. ઘટનામાં કેટલાક સિક્યોરીટીમેન પણ ઈજા પામ્યા હતા.
સજા પામનારા આરોપીઓ
ડો. ઈરફાન
મહોમ્મદ શકીલ
મહોમ્મદ નસીમ
ફારુક
આ ઉપરાંત મહોમ્મદ અઝીઝને નિર્દોષ છોડવામાં આવ્યો છે.