હિન્દી ફિલ્મોના સુપર સ્ટાર સલમાન ખાનને કાળ હરણ શિકાર મામલે મોટી રાહત મળી છે. સોમવારે જોધપુર કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન સલમાનને વધુ એક મામલામાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. કાળા હરણ શિકાર મામલે સલમાન ખાન પર આરોપ હતો કે સલમાને કોર્ટમાં ખોટી એફિડેવિટ રજૂ કરી હતી.
સલમાન ખાન વિરુદ્વ કાળા હરણ શિકાર મામલે ત્રણ ગુના નોંધવામાં આવ્યા હતા. જેમાં આર્મ્સ એક્ટ હેઠળનો કેસ હતો. આર્મ્સ એક્ટમાં તો અદાલતે સલમાનને પાછલા વર્ષે જ દોષમૂક્ત જાહેર કર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન સલમાને પોતાનું આર્મ્સનું લાયસન્સ કોર્ટમાં જમા કરાવવાનું હતું. સલમાને કોર્ટમાં દલીલ કરી હતી અને એફિડેવિટ રજૂ કરી હતી તે તેમનું લાયસન્સ ખોવાઈ ગયું છે. આના કારણે સલમાન પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે ગનનું લાયસન્સ ખોવાયું નથી પણ સલમાન ખાન પાસે જ છે અને રિન્યુઅલ કર્યું છે. સલમાને કોર્ટમાં ખોટી એફિડેવિટ રજૂ કરી છ.
સલમાનની એફિડેવિટને ખોટી કહીને તેના વિરુદ્વ ખોટી એફિડેવિટ રજૂ કરવાનો કેસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આજે કોર્ટે ચૂકાદો આપ્યો હતો.
આ કેસને લઈ 11મી જૂને થયેલી સુનાવણીમાં જોધપુર કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સલમાનના વકીલે કોર્ટમા દલીલ કરી હતી કે સલમાન ખાનનો ઈરાદો હતો નહીં કે તે કોર્ટમાં ખોટી એફિડેવિટ રજૂ કરે. જેથી કરીને તેન વિરુદ્વ કાર્યવાહી કરવાનું યોગ્ય લેખી શકાશે નહીં.
અરજદારે આરોપ મૂક્યો હતો કે સલમાન ખાનની એફિડેવિટ ખોટી છે. સલમાન પર કોર્ટને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂકી આઈપીસીની કલમ 340 અનુસાર કાર્યવાહી કરવાની માગં કરવામાં આવી હતી. આ અરજી અંગે સતત સુનાવણી કરવામાં આવ્યા બાદ કોર્ટે સલમાનને એફિડેવિટ મામલે સલમાનને નિર્દોષ જાહેર કર્યો હતો.
1998માં હમ સાથ સાથ હૈ ફિલ્મના શૂટીંગ દરમિયાન સલમાન ખાન પર કાળા હરણનો શિકાર કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કાળા હરણનો રાષ્ટ્રીય સંરક્ષિત જાતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.