રાજસ્થાનની રહેવાસી સુમન રાવે અહીં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ડોર સ્ટેડિયમમાં સ્ટારની હાજરીમાં ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2019નો તાજ પોતાને નામે કરી લીધો છે.
છત્તીસગઢની શિવાની જાધવે શનિવારે બ્યુટી પેજેન્ટના ગ્રાન્ડ ફિનાલે દરમિયાન ફેમિના મિસ ગ્રાન્ડ ઇન્ડિયા 2019નો તાજ જીત્યો અને બિહારની શ્રેયા શંકરે મિસ ઇન્ડિયા યુનાઇટેડ કોન્ટિનેન્ટસ 2019નો તાજ જીત્યો છે.
કોલેજ વિદ્યાર્થી 20 વર્ષીય સુમન થાઈલેન્ડમાં યોજાનાર મિસ વર્લ્ડ 2019માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે .
સુમને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “જ્યારે તમે જીવનમાં કોઈ ચોક્કસ ધ્યેય માટે પોતાને સમર્પિત કરો છો, ત્યારે તમારા શરીરની નસ – નસ તે દિશામાં તમને જીતવા માટે કામ કરવાનું શરૂ કરે છે.”
કાર્યક્રમમાં બોલિવૂડ કોરિયોગ્રાફર રેમો ડિસોઝા, અભિનેત્રી હુમા કુરેશી, ચિત્રાંગદા સિંહ, ફેશન ડિઝાઇનર ફાલ્ગુની શેન પીકોક અને ભારતીય ફૂટબોલર સુનિલ છેત્રી હાજર રહ્યા હતા.