ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્માએ સિક્સ ફટકારવામાં ધોનીનો રેકોર્ડ તોડ્યો

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડીયાના ઓપનર રોહિત શર્માએ મહેનદ્રસિંહ ધોનીનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. માન્ચેસ્ટર ખાતે ચાલી રહેલી જોરદાર મેચમાં રોહિત શર્મા દ્વારા આક્રમક બેટીંગ કરવામાં આવી રહી છે. 24 ઓવરમાં ટીમ ઈન્ડીયાએ 130 રન ફટકાર્યા હતા. કે.એલ.રાહુલ આઉટ થયો હતો પણ તે પહેલાં રોહિત શર્માએ એક રેકોર્ડમાં ધોનીને પાછળ છોડી દીધો છે.

ઈન્ટરનેશનલ  ક્રિકેટમાં રોહિત શર્મા સૌથી વધુ સિક્સ ફટકારનાર ભારતીય બેટ્સમેન બન્યો છે. પાકિસ્તાન સામે પ્રથમ સિક્સ ફટકારી રોહિતે ધોનીનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. પૂર્વ કેપ્ટન ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 355 સિક્સ ફટકારેલા છે જ્યારે રોહિતે સિક્સ ફટકારી 356 સિક્સનો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.