ભારતે આપ્યો પાકિસ્તાનને 336 રનનો ટારગેટ, રોહિત શર્માની સદી, વિરાટ કોહલીથી થઈ મોટી ભૂલ

પાકિસ્તાને ટોસ જીતી ભારતને પ્રથમ બેટીંગ કરવાનું નિમંત્રણ આપ્યું હતું. નિર્ધારિત 50 ઓવરની મેચમાં ભારતે પાંચ વિકેટના ભોગે 336 રનનો પાકિસ્તાનને ટારગેટ આપ્યો છે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન સાતમી વાર આમને સામને થયા છે. અને તમામ મૂકાબલામાં ભારતનો વિજય થયો છે.

બેટીંગમાં આવેલી ટીમ ઈન્ડીયાના ઓપનર બેટસમેન રોહિત શર્માએ વર્લ્ડ કપમાં પોતાની બીજી સદી ફટકારી હતી. રોહિત શર્મા સચિન તેંદુલકર, સૌરવ ગાંગુલી અને શિખર ધવન બાદ ચોથો એવો બેટસમેન બન્યો હતો જેણે સતત ત્રણ વર્લ્ડ કપમાં સદી ફટકારી હોય.

વિરાટ કોહલી આઉટ થયા વિના જ પેવેલિયન જતો રહ્યો હતો. ખરેખર બોલ તેના બેટના અડીને ગઈ ન હતી. પરંતુ અવાજ સંભળાયો તો લાગ્યું કે વિરાટ આઉટ થઈ ગયો. વિરાટે અમ્પાયરના નિર્ણયની રાહ જોઈ ન હતી અને ડ્રેસીંગ રૂમ તરફ રવાના થઈ ગયો હતો. અમ્પાયરે આઉટ થવાનો ઈશારો પણ કર્યો ન હતો. આ ઉપરાંત કોહલી પાસે રિવ્યુ પણ બાકી હતો. પણ તેણે રિવ્યુ માગ્યો નહીં. જો કોહલી રિવ્યુ માંગતે તો તેની વિકેટ બચી ગઈ હોત.

ભારત વતી ઓપનર આવેલા કે,એલ.રાહુલે 78 બોલમાં 57 રન કર્યા હતા. રોહિત શર્માએ 113 બોલમાં 14દ રન ફટકારી પાકિસ્તાની બોલરોની ધોલાઈ કરી હતી. ત્યાર બાદ વિરાટ કોહલીએ 65 બોલમાં 77 રન, હાર્દિક પાંડ્યાએ 19 બોલમાં 26 રન કર્યા હતા. ધોની માત્ર એક રન બનાવી આઉટ થયો હતો. જ્યારે વિજય શંકર -15 અને કેજાર જાદવ-9 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.