વિરાટે તોડ્યો સચિનનો રેકોર્ડ, સૌથી ઝડપી 11 હજાર રન પુરા કર્યા

ભારતીય ટીમના કેપ્ટન અને કિંગ કોહલીના નામથી પ્રચલિત વિરાટ કોહલીઍ આજે અહીં પાક્સિતાન સામેની મેચમાં વધુ ઍક રેકોર્ડ પર પોતાનું નામ લખાવી દીધું હતું. વિરાટ કોહલીઍ પાકિસ્તાન સામેની મેચમાં વન ડે કેરિયરના 11000 રન પુરા કર્યા હતા, અને તેણે સૌથી ઝડપી 11 હજારી બનવા મામલે સચિન તેંદુલકરનો રેકોર્ડ તોડ્યો હતો.

મહત્વની વાત ઍ છે કે વિરાટ કોહલીઍ માત્ર 222 ઇનિંગમાં જ 11 હજાર રન પુરા કર્યા છે. જ્યારે સચિન તેંદુલકરે 11 હજારી બનવા માટે ૨૭૬ ઇનિંગ લીધી હતી. આ મેચ શરૂ થવા પહેલા કોહલીને આ આંકડો પુરો કરવા માટે 57 રનની જરૂર હતી. તેણે પાકિસ્તાની બોલર હસન અલીની બોલે ચોગ્ગો ફટકારવા સાથે પોતાના 11 હજાર રન પુરા કર્યા હતા.

વિરાટ અને સચિનના રેકોર્ડ વચ્ચે ઍક ખાસ સંયોગ પણ જાવા મળ્યો હતો. સચિને પાકિસ્તાન સામે 2003માં વનડે કેરિયરના 12 હજાર રન પુરા કર્યા હતા. જ્યારે 1999ના વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં જ 8000 રન પુરા કર્યા હતા. વિરાચ કોહલીઍ 10,000 રન પુરા કરવા માટે 205 ઇનિંગ લીધી હતી. મતલબ કે તે પછીના 1000 રન પુરા કરવા માટે તેણે માત્ર 17 ઇનિંગ લીધી છે. વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં 11,000 રન પુરા કરનારો ત્રીજા ભારતીય ક્રિકેટર અને વિશ્વનો નવમો ખેલાડી બન્યો હતો.