અમદાવાદના વિરમગામમાં કરંટ લાગતા 12 ભેંસોના મોત

વાયુ ચક્રવાતના આફટર શોકમાં અમદાવાદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વિરમગામમાં પણ ભારે પવન ફૂંકાયા હતા, તેવામાં વીજળીનો થાંભલાનો તાર ભેંસો પર પડતા 12 જેટલી ભેંસોના મોત થયા હતા.

વિરમગામના કાયલા તાલુકામાં આ ઘટના બની હતી. ભેંસોના માલિક તરીકે અમીરભાઈ સાલેમ ભાઈ સમા હોવાનું જાણવા મળી રહ્યું છે. સદ્દનસીબે ભેંસોની આજુબાજુમાં લોકો કે ઘરવાળા ન હતા નહિંતર મોટી જાનાહાનિ સર્જાઈ હોત. ભેંસોને કરંટ લાગતા તાત્કાલિક ડીજીવીસીએલને જાણ કરવામાં આવી હતી અને સંબંધિત ખાતાઓને પણ ઘટના અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. થોડા સમય માટે પાવર કટ કરવામાં આવ્યો હતો. જોકે, 12-12 ભેંસોના મોત થતાં પશુપાલક અમીરભાઈને મોટું નુકશાન થયું છે.