ચૂંટણી પંચે રાજ્યસભાની બે બેઠક સહિત કુલ 6 બેઠક માટે ચૂંટણીની તારીખ જાહેર કરી છે. ગુજરાતમાંથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની લોકસભામા જીતી ગયા બાદ બેઠક ખાલી થઈ હતી. આ ઉપરાંત રવિશંક પ્રસાદ, અચ્યુતાનંદ સામંતા, પ્રતાપ કેસરી દેબ અને સૌમ્યા રંજન પાઠકની ખાલી પડેલી જગ્યા માટે ચૂંટણી યોજવામાં આવશે.
ગુજરાત સહિત તમામ બેઠક માટે ઉમેદવારી ભરવાની અંતિમ તારીખ 25મી જૂન રાખવામાં આવી છે. અને ચૂંટણી પાંચમી જુલાઈએ યોજવામાં આવશે. સવારે નવ વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધી મતદાન કરી શકાશે. નવમી જૂલાઈએ ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
નોટીફિકેશન 18મી જૂને પ્રસિદ્વ કરવામાં આવશે અને ત્યાર બાદ 26મી તારીખે સ્ક્રુટીની કરવામાં આવશે. ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની અંતિમ તારીખ 28મી જૂન રાખવામાં આવી છે.