દિશા બદલાતા વાયુ વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી ટળી ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. રશિયાના બિશ્કેકથી વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી અને વાવાઝોડાની સ્થિતિની જાણકારી મેળવી હતી. પીએમ મોદીએ કેન્દ્ર સરકાર તરફથી તમામ સહાય આપવાની ખાતરી આપી હતી. હાલ પીએમ મોદી બિશ્કેકમાં સાંઘાઈ સમિટમા ભાગ લેવા માટે બિશ્કેક પહોંચ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીએમ મોદીને વાવાઝોડાના સંકટ અંગેની જાણકારી આપી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ખાતરી અંગે આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકારે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર સહિતના તમામ કિનારા વિસ્તારમાં અગમતેચીના પગલા ભરવાના શરૂ કરી દીધા હતા.બીએસએફ અને એનડીઆરએફની ટીમોને તૈનાત કરી દીધી હતી. આ ઉપરાંત તમામ બીચ પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ મૂકી દીધો હતો.