સાયક્લોન વાયુની ધમાચકડી વચ્ચે NDRFની ટીમે શિયાલ બેટમાં મહિલાની પ્રસુતિ કરાવી

સાયક્લોન વાયુની ધમાચકડી વચ્ચે NDRFની ટીમે શિયાલ બેટમાં મહિલાની પ્રસુતિ કરાવી

ગુજરાત પરથી સાક્યલોન વાયુનો ખતરો લગભગ ટળી ગયો છે, પરંતુ સતત બે દિવસથી દરિયા કિનારાના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વાયુ વાવાઝોડાની ધમાચકડી વચ્ચે NDRFની ટીમે મહિલાની પ્રસૂતિ કરાવીને બે જિંદગીને બચાવી લીધી હતી.

શિયાલ બેટમાં સ્થિતિ એવી બની કે મહિલાની પ્રસૂતિનો સમય એકદમ નજીક આવી ગયો હતો અને શિયાલ બેટમાં હોસ્પિટલ ન હોવાથી મહિલાને એક માત્ર બોટ મારફત હોસ્પિટલ પહોંચાડવી પડે એમ હતી. પંરતુ દરિયામાં વાવાઝોડું હોવાથી દરિયામાં બોટ લઈને જવાનું પ્રતિબંધિત હતું અને આમ પણ દરિયામાં ઉછળતા તોફાની મોજાને કારણે મહિલાને પ્રસૂતિ કરાવવીની વેળા આવી ગઈ હતી.

આ વિપરીત સ્થિતિમાં NDRFની ટીમે છકડા રીક્ષામાં મહિલાની પ્રસૂતિ કરાવી હતી અને મહિલાએ તંદુરસ્તા દિકરાને જન્મ આપ્યો હતો. વાવાઝોડું નહીં આવતા મહિલાને જાફરાબાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. NDRFની ટીમે માતા અને પુત્રની જિંદગી બચાવી હતી.