ગુજરાતના કિનારાની નજીક પહોંચ્યું વાયુ, અન્ય ચક્રવાત સાથે અથડાઈ વાયુ દરિયામાં જ ડિફ્યૂઝ થશે

ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી પસાર થઈને વાયુ ચક્રવાત હવે ગુજરાતના કિનારાની અત્યંત નજીક પહોંચી ગયું છે. આના કારણે ગુજરાતના કિનારા વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. જૂનાગઢ, પોરબંદર, સોમનાથ, દિવ, રાજકોટ, જામનગર અને દ્વારકાના કેટલાક વિસ્તારોમાં હવે પછીના કેટલાક ક્લાકો દરમિયાન મૂશળધાર વરસાદની શક્યતા છે. ત્યાર બાદ વરસાદ અન્ય વિસ્તારોમાં પણ પડી શકે છે. 100થી 120 કિ.મી.ની ઝડપે ફૂંકાનારા પવન સાથે વરસાદ પડશે.

વાયુની દિશા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર તરફની નિર્દિશિત થઈ રહી છે. વાયુ હવે તેનાથી વિરુદ્વ ચક્રવાતનો સામનો કરશે, જેથી તે આગળ વધી શકશે નહીં અને ધીમે ધીમે દરિયામાં પણ ડિફ્યૂઝ થઈ જવાની ધારણા છે.

સ્કાયમેટના પૂર્વાનુમાન પ્રમાણે ભીષણ ચક્રવાત હવે વાયુ માત્ર ગુજરાતના કિનારા પરથી જ પસાર  થઈ જશે. પરંતુ વાયુ હાલમાં પણ સેકન્ડ લેવલની સ્થિતિમાં છે. જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભાર વરસાદની સંભાવના છે.

ગુજરાત હજુ પણ એલર્ટ પર છે. ચક્રવાત વાયુ આ સમયે અક્ષાંશ 20.3 ° N અને રેખાંશ 69.5 ° E પર પૂર્વોત્તર અને તેની લગોલગ આવેલા પૂર્વ-મધ્ય અરબ સાગરમાં સ્થિત છે. ચક્રવાત દિવથી લગભગ 130 કિ.મી દક્ષિણ-દક્ષિણ/પશ્ચિમમાં વેરાવળથી 90 કિ.મી દક્ષિણ-પશ્ચિમ અને પોરબંદરથી લગભગ 130 કિ.મી. દક્ષિણ દિશામાં કેન્દ્રીત છે.

ગુજરાતના અમરેલી, ગીર, સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર અને દ્વારકામાં નુકશાનકારક વરસાદ થવાની ભીંતી છે. કેટલીક જગ્યાએ ભયંકર વરસાદ પર વરસી શકે છે. જ્યારે નિચાણવાળા વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ જોવા મળી શકે છે.  અમદાવાદ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ સાથે અન્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ થવાની શક્યતા છે.