વાયુ વાવાઝોડાએ દિશા બદલી છે પણ તેની અસર કિનારા વિસ્તારોમાં જોવા મળી રહી છે. દ્વારકા અને પોરબંદરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. પોરબંદર દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. સંકટ ટળતાં દિવમાં નવના સ્થાને હવે 8 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અંદાજે 560 ગામોની વિજળી ખોરવાઈ જવા પામી છે અને નવ ટ્રેનોને કેન્સલ કરવામાં આવી છે.
પોરબંદરમાં દરિયા કિનારે આવેલાં મંદિરની દિવાલ ઘરાશાયી થતાં ભારે દેકારો મચી જવા પામ્યો છે. માધવપુરમાં પણ ભારે પવનને કારણે એક મકાન ઘરાશયી થયું છે. બાયડ, મોડાસા, પાટણ, પાલનપુર, અંબાજી, હિમંતનગર, શામળાજી, મહેસાણા સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
જૂઓ વીડિયો…
મહુવા તળાજા અલંગ ઘોઘાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે મોજા ઉછળી રહ્યાં છે.
વાવાઝોડાનો ભય ટળ્યો પરંતું દરિયા કાંઠા નજીકથી વાયુ વાવાઝોડું પસાર થવાના કારણે ખુબજ ઝડપી ગતિએ પવન ફુંકાઈ રહ્યો છે. ઘોઘમાર વરસાદની શક્યતાને લઈ લોકોને સાવઘ રહેવા માટે સરકાર દ્વારા જણાવાયું છે.