વાયુ વાવાઝોડાના ઓથાર વચ્ચે બનાસકાંઠા સહિત ઉ.ગુજરાતમાં ભૂકંપનો આંચકો

ગુજરાત પર એક તરફ વાયુ વાવાઝોડાની આફત તોળાઈ રહી છે ત્યારે ભૂકંપના આંચકા આવતા ભયનો માહોલ સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લાનું પાટનગરમાં પાલનપુર સહિત ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આજે બુધવારે ભૂકંપના આંચકો આવ્યો હતો. પાલનપુરથી 32 કિલોમીટર દૂર અમિરગઢ તાલુકામાં ભૂકંપની કેન્દ્ર બિન્દુ હોવાનું સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ પાસેથી માહિતી મળી હતી. ભૂકંપની તિવ્રતા 2.3 રિક્ટર સ્કેલ માપવામાં આવી હતી. ઉત્તર ગુજરાતના પાલનપુર, અંબાજી આબુ રોડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે.

ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ પહેલા અરવલ્લી,સાબરકાંઠા, અંબાજી, હિંમતનગર, ખેડબ્રહ્મા સહિત ઉત્તર ગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા દોડધામ મચી જવા પામી હતી. તમામ વિસ્તારોમાં અંદાજે 10 સેકન્ડ સુધી ભુકંપનો આંચકો અનુભવાયો હતો. તો હાલ ભુકંપની તિવ્રતા અંદાજે ચારની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું હતુ.