ગુજરાતના માથે તોળાઈ રહેલા વાયુ ચક્રવાતની ખતરનાક યાત્રામાં નવો વળાંક આવ્યો છે. સ્કાયમેટ વેધર વેબસાઈટે દાવો કર્યો છે કે સાયક્લોન વાયુ સૌરાષ્ટ્રના દરિયા કાંઠાથી ખસી શકે છે. હાલમાં વાયુની દિશા નોર્થ-નોર્થ/ઈસ્ટની છે. હવામાનની સિસ્ટમ સંકેત આપી રહી છે કે વાવાઝોડું પોરબંદરથી લઈને દ્વારકા અથવા ઓખાના કાંઠા વિભાગને માત્ર ટચ કરીને પસાર થઈ જશે. વાયુ પોતાની મુસાફરી ચાલુ રાખશે પરંતુ દરિયા કિનારાની નજીક તે નબળું પડીને પસાર થવાની શક્યતા હોવાનું સ્કાયમેટે જણાવ્યું છે હાલમાં વાયુ તોફાનની કેટેગરી-2માથી કન્વર્ટ થઈ કેટેગરી -1માં તબદીલ થયું છે. જોકે, પવન ફૂંકાવાની ઝડપ હજુ પણ 135 કિમીથી 145 કિમીની વચ્ચે રહેવાની સંભાવના છે. જેનાથી નુકશાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાનના જાણકારોનું કહેવું છે કે વાયુ વાવાઝોડામાં આ ફેરફારનું કારણ એ છે કે તે નબળા વાતાવરણ સાથે અથડાશે અને તેના કારણે તેની દિશા અને ગતિમાં ફેરફાર થઈ રહ્યા છે.
જેમ જેમ વાયુ નોર્થ-નોર્થ/પશ્ચિમ તરફ વધી રહ્યું છે તેમ તેમ તેની ગતિમાં ઘટાડો થઈ શકે છે. ગુજરાતના કિનારા વિસ્તારોને પાર કર્યા બાદ વાયુ નોર્થ અરબ સાગરમાં અન્ય એક ચક્રવાતનો સામનો કરશે. જેના પરિણામે કરાંચીના કિનારા વિસ્તાર સુધીમાં આ સિસ્ટમ ઠપ્પ થવાની શક્યતા છે. સંભાવના એવી છે કે વાયુ દરિયામાં જ પોતાની રીતે દરિયામાં આપમેળે જ ઠુસ થશે નહીં એવું સ્કાયમેટે જણાવ્યું છે. તેમ છતાં તમામ શક્યતા માટે જો અને તોની સ્થિતિ નિર્માણ થઈ છે.
હાલમાં, ચક્રવાત વાયુ અક્ષાંશ 19°N અને રેખાંશ 69.9°E તરફ છે. મુંબઈથી 260 કિમી. પશ્ચિમ અને પોરબંદરથી 320 કિ.મી. દક્ષિણે કેન્દ્રિત છે. સિસ્ટમ લગભગ 15 કિલોમીટરની ઝડપે આગળની તરફ ગતિ કરી રહી છે.
ચક્રવાતની સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે અને વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા વેરવાળ અને ઓખામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, જૂનાગઢ, નલિયા અને રાજકોટમાં પણ ભારે વરસાદ પડી શકે છે.