વાયુ વાવાઝોડાને લઇને હાલ મહત્વના સમાચાર મળી રહ્યાં છે. ગુજરાતમાં ત્રાટકવા જઇ રહેલા વાયુ ચક્રાવાતનો રૂટ અને સમય બદલાયો છે. પોરબંદરમાં મધરાત કે વહેલી સવારે વાયુ ચક્રાવાત ત્રાટકવાનું હતું પરંતુ હવે મળતી માહિતી અનુસાર વાવાઝોડાની સ્થિતી બદલાઇ છે. હવે આવતીકાલે બપોરે વાયુ હવે વેરાવળ અને દ્વારકાની વચ્ચે ત્રાટકે તેવી આશંકા છે.
સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં ત્રાટકનારા વાવાઝોડાને જોતા કોસ્ટગાર્ડ પણ એલર્ટ પર છે. કોસ્ટગાર્ડે આગામી 48થી 60 કલાક ગુજરાત પર ભારે હોવાનું કહ્યુ છે. ગુજરાતના દરિયામાં સાત જેટલા સ્ટેશન સ્ટેશન છે.
ગીર સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની પાછળના ભાગે અરબી સમુદ્રમાં વિશાળકાય મોજા ઉછળી રહ્યા છે. મંદિરની આસપાસ મોજાને જોઇ રહેલા લોકોનું કહેવું છે મોજા શિવજીના પગ પખાળવા આતુર છે. વાયુ ચક્રવાતની અસરથી ઉપજેલા મોજાના કારણે દરિયાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે.
અને ત્યાંથી ચક્રવાત પર નજર રાખવામાં આવી રહી છે. વાયુ વાવાઝોડાના ખતરાને જોતા પોરબંદરમાં સૌથી વધુ ટીમોને તૈનાત કરાઈ છે. કોસ્ટગાર્ડની પેટ્રોલિંગમાં રહેલી શીપે માછીમારી કરતી બોટને કિનારે પાછી બોલાવવાની કામગીરી શરૂ કરી છે.