આ વર્ષે મોસમમાં બે ચક્રવાત જોવામાં આવ્યા છે. ફેની વાવાઝોડાએ ઓડિશામાં ખાના ખરાબી કરી હતી, અને વાયુ ગુજરાતને ધમરોળી રહ્યું છે. દરિયાના બન્ને કિનારા પર ચક્રવાતોએ કેર વર્તાવ્યો છે. ફેનીએ મે મહિનાનાં પ્રારંભમાં ઓડિશામાં વ્યાપકપણે નુકશાન પહોંચાડ્યું હતું.
હવે સાયક્લોન વાયુ અરબી સમુદ્રમાં ખતરનાક રૂપ ધારણ કરી ચૂક્યું છે અને ગુજરાતની ઉત્તર-પૂર્વીય દિશા તરફ આગળ વધી રહ્યું છે. દર મીનીટે તે શક્તિશાળી બની રહ્યું છે. હવે ચક્રવાતની સિસ્ટમ તીવ્ર ઉષ્ણકટીબંધીય બની ગઈ છે. સૌરાષ્ટ્ર પર ગમે ત્યારે ત્રાટકે તેવી આશંકા છે અને આવતીકાલે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની ભૂમિ સાથે ટકરાશે. ચક્રવાત દરિયા પાર કરે છે ત્યારે તેની તીવ્રતા જાળવી રાખે છે. હાલ સાયક્લોન વાયુ હરિકેન કેટ-2 જેવડું થઈ ગયું છે.
ભારે પવનની સાથે વરસાદની સંભવના જોવા મળી રહી છે. ગુજરાત સરકાર દ્વારા અગમચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે અને NDRFની ટીમોને કાર્યરત કરી દેવામાં આવી છે, ત્રણ લાખ લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે.
દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે વાયુ જેવા ચક્રવાતને લાઈવ ટ્રેક કરવાનું સાક્લોન ફેનીની જેમ શક્ય બની રહ્યું નથી. સાયક્લોનને દરેક મીનીટે સાયક્લોન ડિટેક્શન રડાર (CDR) દ્વારા ટ્રેક કરવામાં આવે છે. CDR ઈસ્ટ કોસ્ટમાં ઉપલબ્ધ છે. ચેન્નઈ,માછલીપટ્ટનમ, વિશાખાપટ્ટનમ અને છેક કોલકાતા સુધી CDR ઈન્સટોલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોપાલપુર અને પ્રદીપમાં પણ સાયક્લોન ડિટેક્શન રડારનું નેટવર્ક છે.
આ ઉપરાંત, ઇસ્ટ કોસ્ટ રડારનો ઓવરલેપિંગ કવરેજ પૂરો પાડે છે જે નજીકના સમયે દર મીનીટે આ સિસ્ટમોને ટ્રેક કરવાનું સરળ બનાવે છે. સાયક્લોન ફેનીના સમય દરમિયાન આ રડાર ખૂબ કામે આવ્યા હતા. આ રડાર સાયક્લોનની નજીકની વાસ્તવિક ઈમેજ પુરી પાડે છે.
ઈસ્ટ કોસ્ટની સરખામણીમાં નોર્થ કોસ્ટનો રડાર કવરેજ ખૂબ જ નબળું છે. ખાસ કરીને મુંબઈ બાદ સાયક્લોન વાયુને ટ્રેક કરવા માટે કોઈ પણ સાયક્લોન ડિટેક્શન રડાર નેટવર્ક નથી. ભૂજમાં રડાર છે પણ તે અસરકારક ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ભૂજની બહાર આ રડાર નેટવર્ક અસરકારક પુરવાર થયું નથી.
સાયક્લોન ડિટેક્શન રડાર નેટવર્કના અભાવના કારણે વાયુ ચક્રવાતનું રડાર કવરેજ શક્ય બની રહ્યું નથી. વાયુને ટ્રેક કરવા માટે સેટેલાઈટ ઈમેજનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેમાં પોલીસની ભાષામાં કહીએ તો ક્લ્યુ આપવા જેવી ઈમેજ બની રહે છે. વાયુની નજીકની વાસ્તવિક ઈમેજ મળવા વિશે આશંકા છે.