SCO સમિટ: PM મોદીના વિમાનને ઉડાન ભરવા પાકિસ્તાનની મંજુરી, જિનપિંગ સાથે થશે મંત્રણા

ભારતની માંગના અનુસંધાને પાકિસ્તાને પીએ મોદીના એરક્રાફ્ટને ઉડાન ભરવા માટે મંજુરી આપી છે. પીએમ મોદી(સાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન) SCO સમિટમાં ભાગ લેવા માટે 13 અને 14 તારીખે કિર્ગીસ્તાનના પાટનગર બિશકેક જવાના છે.  

26મી ફેબ્રુઆરીએ બાલાકોટમા ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને કર્મશિયલ ફ્લાઈટ માટે પોતાના એરસ્પેસને બંધ કરી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્વ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ઈમરાન ખાન દ્વારા પીએમ મોદીને ફરીથી વડાપ્રધાન બનવા બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા અને કાશ્મીર સહિતના તમામ મુદ્દે વાતચીત કરવા માટે પાકિસ્તાન તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું

SCO સમિટમાં પીએમ મોદી અને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની મુલાકાત થવાની શક્યતા નહિવત છે. જ્યારે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે પીએમ મોદીની મુલાકાત થશે અને બન્ને દેશો સંબંધોન વધુ મજબૂતાઈ આપવા માટે આગળ વધશે.