વાયુ ઈફેક્ટ: ડાંગમાં ધોધમાર વરસાદ

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાયુ વાવાઝોડાની અસર થવાની શરૂ થઈ ગઈ છે. ૩૦ કિલોમીટરની ઝડપે ગુજરાત તરફ આવી રહેલાં વાવાઝોડાના પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે. કાંઠા વિસ્તારોમાં બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર ચિંતિત થયું છે. ત્યારે વાવાઝોડાના કારણે સુરતના ડુમસ અને સાવલી બીચ બંધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ વાવાઝોડાના સંકટને પગલે તંત્ર પણ સાબદુ બન્યું છે, તેમજ લોકોનાં સ્થળાંતર સહિતની કાર્યવાહી શરૂ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડા અંગે નિવેદન આપતા જણાવ્યું કે, બુધવારે કેબિનેટની બેઠકમાં ફક્ત વાવાઝોડા પર જ ચર્ચા કરવામાં આવશે. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર તમામ કોઈ પણ પરિÂસ્થતિને પહોંચી વળવા માટે તૈયાર છે. આ દરમિયાન ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઇ ગયું છે.

ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અને ગાજ વીજ સાથે વરસાદનું આગમન થઇ ગયું છે. ડાંગમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘાનું આગમન થયું છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. ત્યાં જ હાલમાં ગુજરાતનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં આકાશમાથી અગનગોળા વરસાવતી ગરમી પડી રહી છે અને લોકો મેઘરાજાની રાહ જાઇ રહ્યા છે.