તક્ષશિલા અગ્નિકાંડ: ભાજપના નેતા કુમાર કાનાણી અને પ્રફુલ પાનશેરીયાએ કરી હતી ભલામણ

22 ભૂલકાઓને ભરખી જનારા તક્ષશિલા અગ્નિકાંડમાં ભાજપના બે મોટા નેતાઓની ભલામણ હોવાનો પર્દાફાશ થયો છે. વિજિલન્સ રેકોર્ડ પરથી બહાર આવેલી વિગતોમાં હાલના મંત્રી અને વરાછા વિધાનસભાની ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા બાંધકામને તોડતું અટકાવવા માટે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પર દબાણ કરવામાં આવ્યું હોવાના રિમાર્કસ સાથેનો લેટર બહાર આવ્યો છે.

બાંધકામ નહીં તોડવા કુમાર કાનાણીની ભલામણની નોંધ

કુમાર કાનાણી ઉપરાંત ભાજપના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ તથા કોર્પોરેટર સમીર બોઘરા દ્વારા પણ તક્ષશિલાના ગેરકાયદે બાંધકામ અંગે ભલામણ કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થતાં ભાજપમાં ચકચાર મચી ગઈ છે.

ભાજપના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાની ભલામણ