તિથલ દરિયા કિનારાની ઘટના: ડૂબતી બે બહેનો પૈકી એકને બચાવી લેવાઈ, પણ બીજીએ હોસ્પિટલમાં શ્વાસ છોડ્યા

વલસાડના તિથલ દરિયા કિનારે ચીખલીથી સહેલગાહે આવેલા એક મુસ્લિમ પરિવાર બે દીકરીઓ દરિયાકિનારે અચાનક આવેલા મોજાના થપાટથી દરિયામાં ખેંચાઈ ગઈ હતી અને ડૂબવા લાગતા કિનારે ઉભેલા અન્ય લોકોએ બૂમાબૂમ કરતા કેટલાક સ્થાનિક યુવકો આ તરૂણને બચાવવા કૂદી પડયા હતા જેમાં નવ વર્ષની બાળકીનું ડૂબી જતાં મોત થયું હતું જ્યારે તેની બહેનને સ્થાનિક યુવાનોએ પોતાના જીવના જોખમે બચાવી લીધી હતી

વલસાડના તિથલ દરિયા કિનારે ચીખલીના થાલા ગામથી એક મુસ્લિમ પરિવાર સહેલગાહ માટે આવ્યો હતો જેમાં તિથલના દરિયા કિનારે તટ ઉપર આવેલા બીચના દાદર ઉપર બેસીને દરિયાના મોજામાં નવ વર્ષની દીકરી જાસ્મીન અને તેની બહેન સાહિન બીચ કિનારે આવેલા પથ્થર ઉપર બેસી દરિયાના પાણીમાં મોજ માણી રહ્યા હતા ત્યારે કેટલાક સ્થાનિકોએ તેમને ચેતવ્યા પણ હતા પરંતુ અચાનક આવેલા દરિયાના મોજાની થપાટમાં આ બંને બહેનો દરિયાની અંદર તણાઈ ગઈ હતી આ બંનેને તણાતી જોઈ નજીકમાં ઉભેલા તેમના પરિવારજનોએ બૂમાબૂમ કરતા તિથલના દરિયા કિનારે રહેતા કેટલાક સ્થાનિક યુવાનો દોડી આવ્યા હતા અને આ બંને ને બચાવવા માટે પોતાના જીવના જોખમે દરિયામાં છલાંગ લગાવી હતી જેમાં સાહિલ નામની યુવતીને સ્થાનિક યુવાનોએ બચાવીને કિનારે લઇ આવ્યા બાદ ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યારે નવ વર્ષની યાસ્મીન ને 20 મિનિટની જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી જેને સારવાર માટે લઇ જવાતા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

 અચાનક બનેલી ઘટનાને પગલે તિથલ દરિયા કિનારે લોકોના ટોળે ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા અત્રે નોંધનીય છે કે આ અગાઉ પણ બે મહિલાઓ સોમવતી અમાસ ના દિવસે દરિયાના મોજાની તપાસને લઈ દરિયામાં તણાઈ હતી જેમને 108ની ટીમ અને સ્થાનિક યુવાનોની જેમ તે બચાવી લીધી હતી દરિયાકિનારે લોકોને જોખમી રીતે નાહવા ન જવાની સૂચના બોર્ડ પણ લાગ્યા છે છતાં પણ જીવના જોખમે લોકો દરિયાકિનારે બેસતા હોય છે અને આવી કરૂણાંતિકા સર્જાઈ છે.