બલિદાન ગલ્વ્ઝ વિના ધોની ઉતર્યો મેદાનમાં

ભારત ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીને લઈ એક વિવાદ ક્રિકેટ વર્લ્ડ કપમાં ચાલી રહ્યો છે. ખાસ કરીને બલિદાન બેજ(ગલ્વ્ઝ પર બલિદાન બેજનો લોગો) સાથે મેચ રમતા ધોનીને આઈસીસીએ ગલ્વ્ઝ પહેર્યાની ના પાડી દેતા ધોનીએ આજે ગલ્વ્ઝ પહેર્યા ન હતા. દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ધોનીએ ગલ્વ્ઝ પહેર્યા હતા. આઈસીસીએ બીસીસીઆઈને કહ્યું હતું કે ધોનીને આ ગલ્વ્ઝ પહેરવાની મનાઈ ફરમાવે, કારણ કે આ ક્રિકેટ નિયમોનું ઉલ્લંઘન કરે છે.

રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ધોનીએ લીલા રંગના ગલ્વ્ઝ પહેર્યા હતા અને તેના પર ન તો એસજીનો લોગો હતો અને ન તો બલિદાન બેજ હતું. એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે ધોનીએ પહેરેલા ગલ્વ્ઝ જૂના છે કે નવા છે.

આઈસીસીએ ભલે ધોનીને ગલ્વ્ઝ પહેરવાની મનાઈ ફરમાવી હોય પણ ઓવલના મેદાન પર ધોનીન ફેન્સ બલિદાન બેજના પોસ્ટર સાથે જોવા મળ્યા હતા અને ધોનીના સમર્થનમાં તિરંગો પણ લહેરાવ્યો હતો. આ તસ્વીરો પણ ખાસ્સી વાયરલ થઈ રહી છે.