સલામનના શો બિગ બોસમાં જોવા મળી શકે છે આ કલાકારો, વાંચો લિસ્ટ

બિગ બોસ-13ને લઈ અનેક પ્રકારના ન્યૂઝ ચાલી રહ્યા છે, આવામાં કેટલાક સેલેબ્સના નામ બહાર આવ્યા છે અને અન્ય કેટલાક નામો આવી રહ્યા છે. આવા સંજોગોમાં બિગ બોસ-13ના 23 કન્ટેસ્ટન્ટના નામ લીક થવાનો દાવો કરવામાં આવ્યો છે. બિગ બોસ-13માં ઝરીન ખાન, ચંકી પાંડે, વરીના હુસૈન, દેવોલીના ભટ્ટાટાર્ય અને અંકિતા લોખંડે સહિતના કલાકારો બિગ બોસમાં જોવા મળવાના છે. જોકે, હજુ પણ કન્ટેસ્ટન્ટના નામની ફાઈનલ જાહેરાત બાકી છે.

જાણવા મળ્યા મુજબ બોક્સર વિજેન્દ્રસિંહનું નામ પણ બિગ બોસમાં સ્પર્ધક તરીકે લેવામાં આવી રહ્યું છે જોવાનું રહેશે કે વિજેન્દ્રસિંહ શોમાં દેખાય છે કે નહીં.

સોની ટીવીની ફેમસ સિરિયલ સીઆઈડીમાં સિનિયર ઈન્સપેક્ટર દયાની ભૂમિકા ભજવી રહેલા દયાનંદ શેટ્ટી પણ બિગ બોસ માટે એક સ્પર્ધક મનાય રહ્યો છે. શોમાં દયાનો અલગ અંદાજ જોવા મળી શકે છે.

લોક જન શક્તિ પાર્ટીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર તથા રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાનને પણ શોના નિર્માતાઓએ ઓફર કરી છે.

સલમાન ખાન સાથે ફિલ્મોમાં જોવા મળેલી ઝરીન ખાન તથા સલમાન જીજાજી આયુષ શર્મા સાથે ફિલ્મ કરનારી વરીના હુસૈન પણ બિગ બોસમાં જોવા મળી શકે છે. આ સિવાય ગોપી બહુના નામથી પ્રખ્યાત થયેલી દેવોલીના ભટ્ટાચાર્યની પણ શો માટે ચર્ચા ચાલી રહી છે.

કંગના રણૌત સાથે મણિકર્ણિકામાં જોવા મળેલી અંકિતા લોખંડે તેમજ હિમાંશુ કોહલી અને મહિમા ચૌધરી જેવા નામો પણ સિઝન થર્ટીન માટે ચર્ચાઈ રહ્યા છે.  અંકિતા લોખંડે પોતાની રિલેશનશીપ તો હિમાંશુની ચર્ચા નેહા કક્કડ સાથે થયેલા બ્રેકઅપના કારણે થઈ રહી છે.

અભિનેત્રી સોનલ ચૌહાણને પણ નિર્માતાઓએ એપ્રોચ કર્યો હોવાનું કહેવાય છે. મિથુ ચક્રવર્તીના પુત્ર મહાક્ષય પણ સલમાનના શોમાં જોવા મળી શકે છે. ના આના ઈસ દેશ લાડોમાં અમ્માજીની ભૂમિકા કરનારી મેઘના મલિકનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે.  એક્ટર સિધ્ધાર્થ શુક્લા, ચંકી પાંડે તથા હાલમાં જ જેલની હવા ખાઈને બહાર આવેલા રાજપાલ યાદવનું પણ કન્ટેસ્ટન્ટની લિસ્ટમાં સામેલ કરાયું છે.  

મેકઅપ આર્ટીસ્ટ ફૈઝી બૂને ઓફર કરાઈ છે. સિંગર ફાઝીલપુરીયા રાહુલ યાદવ પણ બિગ બોસમાં જોવા મળી શકે છે. ફેશન ડિઝાઈનર રિતુ બેરી પણ બિગ બોસમાં સામેલ થઈ શકે તેવી શક્યતા છે. ટીવી એક્ટર રાકેશ વશિષ્ઠ, વિવાદોમાં ઘેરાયેલી રહેતી મોડલ માહિકા શર્મા અને પોર્ન સ્ટાર ડૈની ડીની પણ બિગ બોસ માટે ચર્ચા ચાલી રહી છે. જોકે, આ તમામ સેલિબ્રિટીના નામો સિઝન-12માં સામેલ કરાયા હતા.