સૂરત ખાતે 12મીએ મેગા રોજગાર ભરતી મેળો યોજાશે,40થી વધુ કંપનીઓ જોડાશે

મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરીના જણાવ્યાનુસાર ખાનગી એકમોની વિવિધ જગ્યાઓ માટે નોકરીદાતાઓને વિનામૂલ્યે કુશળ કર્મચારીઓ મળી રહે તેવા હેતુસર આગામી તા.12-6-2019ના રોજ સવારે 10.30 વાગે દ.ગુ.યુનિવર્સિટીના કન્વેન્શન હોલ, સુરત ખાતે જિલ્લાકક્ષાનો રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતી મેળામાં કુલ 40 થી વધુ કંપનીઓ વિવિધ જગ્યાઓ માટે ઈન્ટરવ્યુ લેશે. આ ભરતીમેળામાં ભાગ લેવા નોકરી વાંચ્છુ ઉમેદવારોએ http://bit.ly/2rZc4li લિંક પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું અથવા ભરતી મેળાના સ્થળ પર ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી ઈન્ટવ્યું આપી શકશે. વધુ વિગતો માટે રોજગાર કચેરી, સુરતનું ફેસબુક પેજ- MCCSURAT પરથી માહિતી મળી રહેશે.