ભાવનગરના પીપરડી ગામે પોલીસ પર હુમલો, દારુની ભઠ્ઠી પર કરી હતી રેડ, બે રાઉન્ડ ફાયર

ભાવનગરના જેસર તાલુકના પીપરડી ગામે આજે સવારે દેશી દારુની ભઠ્ઠી પર રેડ કરવા ગયેલા પોલીસને બૂટલેગર અને ગામની મહિલાઓએ ઘેરી લીધી હતી. પોલીસ પર લોકોએ હુમલો કરતા સ્વબચાવમાં પોલીસે બે રાઉન્ડ ફાયર કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પીપરડી ગામે પહોંચી ગયા હતા.

પોલીસને જોઈ બૂટલેગર અને દેશી દારુની ભઠ્ઠી ચલાવતા લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ પર સીધો પથ્થરમારો શરૂ કર્યો હતો. લોકોએ પથ્થરમારો શરૂ કરતા પોલીસે સ્વબચાવમાં હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. પથ્થરમારામાં એક પીએસઆઈ અને એક કોન્સ્ટેબલને ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈજાગ્રસ્ત પોલીસવાળાને જેસરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.