PM મોદીને માલદીવના રાષ્ટ્રપતિ આપ્યો સર્વોચ્ચ નાગરિક સન્માન રૂલ ઓફ નિશાન ઈજ્જુદ્દીન

નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદે ફરીથી આરૂઢ થયા બાદ પોતાની પ્રથમ વિદેશ યાત્રા એટલે કે માલદીવ પહોંચ્યા હતા. પીએમ મોદીનું માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહીદે માલા એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીના આગમન ટાણે રિપબ્લિક સ્કવેર ખાતે માલદીવના રાષ્ટ્રપતિ સોલેહએ તેમનું અભિવાદન કર્યું હતું. પ્રધાનમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ત્યાર બાદ પીએમ મોદીને માલદીવ દ્વારા ત્યાંનું સર્વોચ્ચ સન્માન રૂલ ઓફ નિશાન ઈજ્જુદ્દીનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે ટવિટર પર કહ્યું કે ચીરકાલિન મિત્રતા. પ્રધાનમંત્રી મોદી માલદીવના પાટનગર માલે પહોંચ્યા જ્યાં વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહીદે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી આ પહેલાં નવેમ્બર- 2018માં રાષ્ટ્રપતિ (ઈબ્રાહીમ મહોમ્મદ) સોલેહની શપથવિધિમાં હાજરી આપવા આવ્યા હતા. પરંતુ માલદીવની આ યાત્રા આઠ વર્ષોમાં દ્વિપતક્ષીય સ્તરે કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીની પ્રથમ યાત્રા છે. બે દિવસીય યાત્રામાં હિન્દ મહાસાગરના દ્વિપસૂમહ સાથેના સંબંધોને વધુ મજબૂતી આપવો હેતુ છે.

પ્રધાનમંત્રી મોદીને માલદીવનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતની નીતિ એવી રહી છે કે નેબર ફર્સ્ટ. આ નીતિના પગલે માલદીવને ભારત મહત્વનો ભાગીદાર દેશ માને છે અને તેની સાથે પ્રગાઢ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યા છે. આ યાત્રા દરમિયાન પીએમ મોદી માલદીવની સંસદ મજલિસને સંબોધન કરશે.