બલિદાન ગ્લવ્ઝ ઉતારવા માટે ધોની તૈયાર, કારણ આ છે…

ટીમ ઇન્ડિયાના માજી કેપ્ટન અને વિકેટકીપર બેટ્સેમન મહેન્દ્ર સિંહ ધોની ઓસ્ટ્રેલિયા સામે રવિવારે રમાનારી મેચમાં બલિદાન બેજ સાથેના ગ્લવ્ઝ પહેરીને નહીં ઉતરે. ધોનીએ બીસીસીઆઇ સમક્ષ એવું સ્પષ્ટ કરી દીધું હતું કે જો આ ગ્લવ્ઝ પહેરવા નિયમ વિરુદ્ધ હોય તો તો હું વર્લ્ડ કપની મેચ દરમિયાન આ ગ્લવ્ઝ નહીં પહેરું.

ધોનીએ કહ્યું હતું કે જો મારા બલિદાન બ્રિગેડના લોગો વાળા ગ્લવ્ઝ પહેરવાથી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલની રુલ બુકની કોઇ જોગવાઇનું ઉલ્લંઘન થતું હોય તો હું રાજી ખુશીથી આ ગ્લવ્ઝ ઉતારી દઇશ. એ ઉલ્લેખનીય છે કે ધોની ટેરિટોરિયલ આર્મીમાં છે. તેને ભારતીય સૈન્યની પેરા સ્પેશિયલ ફોર્સમાં લેફ્ટનન્ટ કર્નલની માનદ પદવી મળી છએ. તેની કિટ બેગનો રંગ પણ સૈન્યની જર્સી જેવો છે. ધોનીના ગ્લવ્ઝ પર જે બલિદાન બેજના નિશાનનો વિવાદ થયો છે તેને માત્ર પેરા મિલિટરી કમાન્ડોને જ ધારણ કરવાનો અધિકાર છે.