દ્વારકાના દરીયામાંથી કોસ્ટ ગાર્ડે ડ્રગ્સના જથ્થા સાથે ઈન્ડોનેશિયાના જહાજને પકડી પાડ્યો

ઈન્ડીયન કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરીયા કિનારે આવેલા દ્વારકા ખાતેથી ઈન્ડોનિશિયાના જહાજને કબ્જામાં લીધો છે. આ જહાજ પર ઈરાનના ક્રુ મેમ્બરો છે અને જહાજની હિલચાલ શંકાસ્પદ જણાતા ડિટેઈન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જહાજ કુવેત જઈ રહ્યો હતો.

પાંચ ભારતીય અને નવ ઈરાનીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.સી-એલ નામના જહાજમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ગુજરાતના સહિત દેશભરના યુવાનોને નશામાં ખલાસ કરવાનું ષડયંત્રનો પર્દાફાશ થવાની સંભાવના જોવા મળી રહી છે.

કોસ્ટ ગાર્ડે પોરબંદર અને કચ્છની વચ્ચે સતત પેટ્રોલીંગ શરૂ કરેલું છે. 21મી મેનાં રોજ પણ પાકિસ્તાનથી આવી રહેલા ખલાસીઓને પકડી લેવામાં આવ્યા હતા અને તેમની પાસેથી પણ ડ્રગ્સના 194 પેકેટ્સ મળી આવ્યા હતા. આ પેકેટ્સની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત 600 કરોડ રૂપિયાની થવા જાય છે. દરીયામાં એન્ટી સ્મગલીંગ ઓપરેશન દરમિયાન કોસ્ટ ગાર્ડને આજે બીજી મોટી સફળતા મળી હતી.