સુરતના સાંસદ દર્શના જરદોષ સાથેનો ફોટો શેર કરી સ્મૃતિ ઈરાનીએ ઉડાવ્યો પોતાનો મજાક, જાણો શું લખ્યું?

ટીવીથી રાજનીતિમાં આવ્યા બાદ સ્મૃતિ ઈરાની એક પછી એક સફળતાના પગથિયા ચઢતા ગયા. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને તેમના પોતાના જ ગઢમાં પરાસ્ત કરી સ્મૃતિ ઈરાનીએ ઈતિહાસ રચ્યો છે. સોશિયલ મીડિયા પર ઈરાની ખાસ્સા એક્ટિવ રહે છે. ઈરાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સુરતના સાંસદ સાથેના ફોટો શેર કર્યા છે. ફોટો મૂકતાં જ વાયરલ થઈ ગયા હતા.

જૂનો ફોટો

સ્મૃતિ ઈરાની સોશિયલ મીડિયા પર સતત અપડેટ કરતા રહે છે અને પોતાની પોસ્ટના કારણે ચર્ચામાં પણ રહે છે. ટીવીથી રાજનીતિમાં આવેલી સ્મૃતિ ઈરાની પોતાની યાદોને તાજા કરતી રહે છે. તાજેતરમાં તેમણે એકતા કપૂર સાથેનો ફોટો પણ શરે કર્યો હતો, પણ આ વખતે તેમણે ફોટો શેર કરી પોતાનો મજાક ઉડાવ્યો છે. ખાસ કરીને બન્ને સખીઓના ફોટો પર સ્મૃતિ ઈરાનીએ વજનને લઈ પોસ્ટ લખી છે. પોતાના વધી ગયેલા વજનને લઈ સ્મૃતિ ઈરાનીએ ખુદનો મજાક ઉડાવ્યો તો પણ લોકોએ તેમની પ્રશંસા કરી છે.

હમણાનો ફોટો

મહિલા વિકાસ અને બાળ મંત્રી તથા ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જૂનો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં પાતળા બાંધાના સ્મૃતિ ઈરાની સાથે સુરતના સાંસદ દર્શના જરદોષ જોવા મળે છે. બન્ને સારા મિત્રો છે. પ્રથમ ફોટો જૂનો છે તો એક ફોટો હમણાંનો છે. ફોટો દર્શના જરદોષે તાજેતરમાં શેર કર્યો હતો. ઈરાનીએ ફોટો શેર કરી લખ્યું કે ક્યા સે ક્યા હો ગયે, દેખતે દેખતે…આ પછી લોકોએ તેમની પ્રશંસા કરી અને પોતાનો મજાક આવી રીતે ઉડાવી વજનને લઈ ખાસ્સી કોમેન્ટ્સ પણ કરી. આમ પણ હવે સ્મૃતિ ઈરાનીનો રાજકીય વજન તો વધ્યું છે અને રાહુલ ગાંધીને હરાવ્યા બાદ તો ખાસ્સું વધ્યું છે. અત્યાર સુધીમાં ફોટો પર પચાસ હજાર કરતાં વધુ લોકોએ કોમેન્ટ્સ કરી છે.