સલમાન ખાને બોડી ગાર્ડને માર્યો તમાચો, કારણ જાણો…

સોશિયલ મીડિયામાં સલમાન ખાનના વીડિયોને લઈ ખાસ્સી ચર્ચા ચાલી રહી છે. વીડિયોમાં સલમાન ખાન બોડી ગાર્ડને તમાચો મારતો જોવા મળે છે. તમાચો મારવાનું કારણ એ છે કે બોડી ગાર્ડે સલમાનના ફેન એવા એક બાળક સાથે યોગ્ય વ્યવહાર કર્યો ન હતો. વીડિયોમાં સલમાન પોતાની ગાડી તરફ જતો દેખાય છે અને બોડી ગાર્ડ સલમાન માટે રસ્તો મોકળો કરી રહ્યો છે. સલમાન ખાન બોડી ગાર્ડથી પ્રશંસકોના ટોળામાં આવેલા સલમાન ખાનના પ્રશંસક બાળક સાથે બોડી ગાર્ડના વર્તાવથી નારાજ થઈ જાય છે અને તેને તમાચો મારી દે છે. સોશિયલ મીડિયામાં સલમાનના આ વ્યવહારની કેટલાકે ટીકા કરી છે તો કેટલાકે સલમાનના તમાચાને યોગ્ય ગણાવ્યો છે. સલમાન ખાન ભારત ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.

સોશિયલ મીડિયાના એક યૂઝર્સે લખ્યું કે આ સલમાનનો ઘમંડ છે. સલમાન આ કામ વિનમ્રતા સાથે પણ કરી શકતો હતો. એક જણાએ લખ્યું કે વેરી ગૂડ સલમાન ખાન. નાપસંદ કરનારા લોકો નેગેટીવ લખશે પરંતુ સલમાન ખાને લોકોના ટોળામાં દબાયેલા બાળક તરફ સહાનૂભૂતિ બતાવી. ટોળામાં બાળક દબાઈ રહ્યો હતો અને તેવામાં બોડી ગાર્ડ દ્વારા પણ બાળક સાથે ખરબા વર્તન કરવામાં આવ્યું. બોડી ગાર્ડ બાળકની સાથે યોગ્ય વ્યવહાર કરવામાં નિષ્ફળ રહ્યો હતો.સલમાનના અનેક પ્રશંસકો ઈદ મિલન ટાણે તેને ઈદ મુબારક આપવા માટે તેના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટ ખાતે એકત્ર થયા હતા.