મોદી રાજ પાર્ટ-2માં સસ્તા થશે બેન્ક લોનના હપ્તા, RBIએ રેપો રેટમાં કર્યો ઘટાડો, ઓન લાઈ ટ્રાન્ઝેક્શનમાં પણ રાહત

મોદી સરકારની બીજી ટર્મના કાર્યકાળના પ્રારંભમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા(આરબીઆઈ)એ પહેલી ગિફટ આપી છે. આરબીઆઈએ ફરી વાર રેપોરેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આરબીઆઈની  છ માસિક બેઠકમાં 0.25 ટકા રેપોરેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવેથી નવા રેપોરેટ 5.57 ટકા રહેશે. નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારની બીજી ટર્મની પ્રથમ મોનેટરી પોલિસી માટેની બેઠક મળી હતી.

આરબીઆઈએ પાછલી બે બેઠકમાં એમપીસી રેપો રેટમાં ક્રમશ: 0.25નો ઘટાડો કર્યો છે. મતલબ કે જૂન મહિના દરમિયાન ત્રીજીવાર કેન્દ્રીય બેન્કે રેપો રેટમાં ઘટાડો કર્યો છે. રિઝર્વ બેન્કના ઈતિહાસમાં પહેલી વાર આરબીઆઈના ગર્વનરની નિયૂક્તિ બાદ રેપો રેટમાં ઘટાડો કરાયો છે. ગયા ડિસેમ્બર મહિનામાં ઉર્જિત પટેલના રાજીનામા બાદ શશીકાંત દાસ આરબીઆઈના ગર્વનર બન્યા છે.

આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે તેનો ફાયદો બેન્ક લોના લેનારાને થશે. આરબીઆઈના નિર્ણય પછી બન્કો પર વ્યાજ ઓછો કરવાનો દબાણ ઉભું થશે. વ્યાજના દરમાં ઘટાડો થવાની સ્થિતિમાં હોમ અને ઓટો લોન લેનારા લોનધારકોની ઈએમઆઈમાં પણ ઘટાડો થશે. આ ઉપરાંત બેન્કથી નવી લોન લેવાની સ્થિતિમાં અગાઉ કરતાં પણ વધુ રાહત મળવાની શક્યતા છે.

રિઝર્વ બેન્કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા લોકોને પણ રાહત આપી છે. બેન્કે RTGS અને NEFTની આપ-લે માટે લદાયેલા ટેક્સને દુર કરી દીધો છે. આનો અર્થ એવો થયો કે RTGS અને NEFT દ્વારા ટ્રાન્ઝેક્શન કરતા લોકોને હવેથી કોઈ પણ એકસ્ટ્ર ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં.