બોલિવૂડ સાથે સાથે હોલિવૂડમાં પણ પોતાની એક્ટીંગની સક્ષમતા સિદ્વ કરનારી સ્ટાર પ્રિયંકા ચોપરા ગ્લોબલ ઈવેન્ટ્સ અને વિવાદિત નિવેદનોના કારણે હંમેશ ચર્ચામાં રહે છે. અમેરિકન સિંગર નિક જોન્સ સાથે લગ્ન કરનારી પ્રિયંકાએ પોતાના અપીયરન્સથી ફેન્સને ચોંકાવી દીધા છે. તાજેતરમાં જ પૂર્ણ થયેલી મેટ ગાલા ઈવેન્ટ્સમાં પ્રિયંકાએ ધારણ કરેલા ગેટઅપને લઈ ભારે ચર્ચા થઈ છે. લોકોએ તેને ટ્રોલ કરી છે અ તેના માટે મીમ્સ બનાવ્યા હતા.
પ્રિયંકાએ બ્લાઉઝ વિનાની સાડીમાં ફોટોશૂટ કરાવતા લોકોએ તેને ફરી ટ્રોલ કરી છે. લોકોએ લખ્યું છે કે શું પ્રિયંકાએ દેશના સંસ્કારો છોડી દીધા છે. તો એક જણાએ કોમેન્ટ કરી કે પ્રિયંકાએ મર્યાદાઓ વટાવી દીધી છે.
થોડાંક વર્ષો પહેલાં જર્મનીના બર્લિનમાં પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન પણ પ્રિયંકા પોતાના ડ્રેસ કોડને ળઈ ચર્ચાસ્પદ બની હતી અને તેની ભારે ટીકા કરવામાં આવી હતી. પરંતુ તે વખતે કોઈએ અનુમાન કર્યું ન હતું કે પ્રિયંકાને રાજનીતિમાં પણ રસ છે. પરંતુ ત્યાર બાદ પ્રિયંકાએ રાજનીતિમાં રસ હોવાથી લઈને પતિ નીક સાથેના સંબંધોને લઈ અનેક પ્રકારની વાતો કરી હતી. તેણે કહ્યું હતું કે તે પીએમ બનવા માંગે છે અને નીક જોન્સને રાષ્ટ્રપતિ પદની રેસમાં જોવા માંગે છે.