મોદી સરકારની 8 કેબિનેટ કમિટીઓની રચના, આ મંત્રીને કદ પ્રમાણે વેતરી નંખાયા

મોદી સરકારે 8 કેબિનેટ કમિટીઓની ફેરરચના કરી છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે ગૃહમંત્રી અમિત શાહનો તમામ  કમિટીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે રક્ષા મંત્રી અને મોદી-1માં નંબર ટૂની પોઝીશન ધરાવતા રાજનાથસિંહનો માત્ર બે કમિટીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ખુદ પીએમ મોદી 6 કમિટીમાં છે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ 6 કમિટીમાં છે. તદુપરાંત રેલ મંત્રી પીયુષ ગોયલનો પણ પાંચ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.  

અત્રે નોંધનીય છે કે નબળી પડી રહેલી અર્થવ્યવસ્થા અને વધી રહેલી બેરોજગારીને અંકૂશમાં લેવ માટે પીએમ મોદીએ મોટાપાયા પર શરૂઆત કરી છે. લોકસભા ચૂંટણીમાં આ બન્ને મહત્વના મુદ્દા બન્યા હતા અને કોંગ્રેસે મોદી સરકાર પર સતત પ્રહારો કરવાનું ચાલુ રાખ્યું હતું.જે આઠ કમિટીઓની ફેરરચના કરવામાં આવી છે તેમાં અપોઈન્મેન્ટ કમિટી ઓફ કેબિનેટ, કેબિનેટ કમિટી ઓફ ઓન અકોમોડેશન, કેબિનેટ કમિટી ઓફ ઈકોનોમિક્સ, કેબિનેટ કમિટી ઓન પાર્લામેન્ટ અફેર્સ, કેબિનેટ કમિટી ઓન પોલિટીકલ અફેર્સ, કેબિનેટ કમિટી ઓન સિક્યોરીટી, કેબિનેટ કમિટી ઓન ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ગ્રોથ, કેબિનેટ કમિટી ઓન એમ્પોલયમેન્ટ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે.