સિદ્વુ પાસેથી શહેરી વિકાસ ખાતું આંચકી લેતા કેપ્ટન, કમઠાણ થંભતું નથી

પંજાબ સરકારમાં ચાલી રહેલા કમઠાણ વચ્ચે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંગે નવજોત સિદ્વુ માટે હાર્ડ ડીસીઝન લઈ લીધું છે. પંજાબર સરકારમાં થયેલા મંત્રી મંડળમાં ફેરફારમાં સિદ્વુ પાસેથી શહેરી વિકાસ વિભાગ લઈને તેમને ઉર્જા મંત્રાલય આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કેપ્ટને ચાર મંત્રીઓને છોડી તમામ રાજ્ય મંત્રીઓના ખાતામાં ફેરફાર કર્યા છે.

કોંગ્રેસ નેતા અને પંજાબના કેબિનેટ મંત્રી સિદ્વુ આજે થયેલી કેબિનેટ મીટીંગમાં હાજરી આપવા આવ્યા ન હતા અને સિદ્વુ સામે કાર્યવાહી કરાશે તેવી અટકળો ચાલી રહી હતી. લોકસભા ચૂંટણી બાદ પંજાબમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને લઈ બન્ને એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે.