વીડિયો: સુરતમાં તૈયાર થઈ PM મોદીની ચાંદીની મૂર્તિ, અમિત શાહ પણ ગોલ્ડમાં કંડારાયા

સુરતમાં ડી.ખુશાલદાસ જ્વેલર્સ દ્વારા લોકસભામાં ભાજપના ઐતિહાસિક વિજયને વધાવી લેવા માટે વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તથા ગૃહમંત્રી અમિત શાહને સોના અને ચાંદીમાં કંડારવામાં આવ્યા છે. પીએમ મોદીની ચાંદીમાં મૂર્તિ તૈયાર કરી દેવામાં આવી છે.  જ્યારે અમિત શાહ તથા પીએમ મોદીની સોનામાં બનાવેલા કટ આઉટ સાથેની ફ્રેમ તૈયાર કરવામાં આવી છે.

કહેવાય છે કે ઈતિહાસ સુર્વણ અક્ષરે લખવામાં આવે છે તો આ ઉક્તિને યથાર્થ ઠેરવવા માટે સુરતના જ્વેલર્સ દ્વારા વડાપ્રધાન મોદીની સંપૂર્ણપણે ચાંદીમાં મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. જ્યારે ગૃહમંત્રી અત શાહ અને પીએમ મોદીના સોનાના કટઆઉટ સાથેની ફ્રેમ પણ બનાવવામાં આવી છે.

3.5 કિલોગ્રામ ચાંદીનો ઉપયોગ કરી પીએમ મોદીની મૂર્તિ બનાવવામાં આવી છે. જેમાં 24 કેરેટ ચાંદીનો ઉપયોગ કરાયો છે. મૂર્તિની પાછળ અંદાજે 1.73 લાખ રૂપિયાની ચાંદી વપરાઈ છે.

પીએમ મોદીની સાથે તેમના જોડાદાર અમિત શાહને પણ કટઆઉટમાં સામેલ કરી ગાલ્ડની ફ્રેમમાં બન્નેને મૂર્તિ પણ કંડારવામાં આવી છે. આ સાથે સરદાર પટેલની પ્રતિમામાં સાત ગ્રામ ગોલ્ડ ચઢાવવામાં આવ્યું છે તેમજ મહાત્મા ગાંધીની સાથે પણ પીએમ મોદીની ગોલ્ડ ફ્રેમ તૈયાર કરવામાં આવી છે. સરદાર પટેલની પણ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિ પાછળ 38 હજાર રૂપિયા ખર્ચાયા છે. સરદાર પટેલની મૂર્તિ લોકો ખરીદી શકે તે માટે કિફાયતી રીતે ભાવ રાખવામાં આવ્યા છે.

જૂઓ વીડિયો...