વડાપ્રધાન મોદીએ કેબિનેટની રચના કરી અને મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દીધી. ખાતાની ફાળવણીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને ગૃહ ખાતું સોંપવામાં આવ્યું. અમિત શાહને ગૃહ ખાતું સોંપવામાં આવતાં જ કોંગ્રેસ અને પાટીદાર સમાજના યુવા નેતા હાર્દિક પટેલ પર કેટલાક લોકોએ મેસેજનો મારો ચલાવ્યો હતો. ભક્તો દ્વારા કરવામાં આવેલા મેસેજ અંગે હાર્દિક પટેલે સોશિય મીડિયા પર એક પોસ્ટ શેર કરી લખાણ લખ્યું છે.
હાર્દિકે લખ્યું છે કે અમિત શાહ ગૃહ મંત્રી બન્યા તે માટે તેમને શૂભકામના આપું છું પરંતુ આજે કેટલાક ભક્તોના મારા પર મેસેજ આવ્યા છે કે હવે તારું શું થશે હાર્દિક. મતલબ અમિત શાહના ગૃહ મંત્રી બન્યા બાદ ભક્ત બહુ જ ખુશ છે. કેટલાક ભક્તોના તો એવા પણ મેસેજ આવી રહ્યા છે કે જેમાં ગંદી ગાળો અને ધમકી પણ આપતા હોય. ભાજપની વિરુદ્વ લડી રહેલા અમારા જેવા યુવાઓને મારી નાંખવામાં આવશે? ચાલો, જેવી ભગવાનની ઈચ્છા.
હાર્દિક આગળ લખે છે કે મને આંદોલનકારી લોહીયાજીના શબ્દો યાદ આવે છે કે જો સડક ખામોશ થઈ જશે તો આ સંસદ આવારા થઈ જશે.