પરેશ ધાનાણીનું રાજીનામું ફગાવાયું, અમિત ચાવડાએ મોકલી આપ્યું રાજીનામું

વિપક્ષી નેતા પરેશ ધાનાણીનું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડે પરેશ ધાનાણીનું રાજીનામાનો અસ્વીકાર કર્યો હોવાનું કોંગ્રેસ વર્તુળોએ કહ્યું છે. પરેશ ધાનાણીએ ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ અને દિલ્હીના હાઈકમાન્ડને રાજીનામું મોકલી આપ્યું હતું અને નવા ચહેરાને સ્થાન આપવા વિનંતી કરી હતી.  લોકસભા ચૂંટણીની હારની નૈતિક જવાબદારી સ્વીકારી ધાનાણીએ રાજીનામું આપ્યું હતું. પરંતુ કોંગ્રેસે હાઈકામાન્ડે રાજીનામાનો અસ્વીકાર કર્યો હોવાની જાણકારી મળી રહી છે.

ગુજરાત જ નહીં દિલ્હીમાં પણ કોંગ્રેસમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીની રાજીનામાની ઓફર બાદ કોંગ્રેસ સેનાપતિ વગરની થઈ ગઈ હોય તેમ લાગી રહ્યુ છે. આજે મોડી સાંજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ રાજીનામાનો પ્રસ્તાવ મુક્યો છે. અમિત ચાવડાએ પણ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હારના કારણે પોતાનું રાજીનામું ધરી દીધું હોવાની માહિતી મળી રહી છે.