સરથાણા ખાતે આવેલા તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડ થયા બાદ સુરત મહાનગર પાલિકાના કમિશનર થેન્નારસન હરકતમાં આવ્યા છે. થેન્નારસને તે વખતે કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા પીડી મુન્શી અને જયેશ સોલંકીને ચાર્જશીટ ફટકારી છે. અને બિલ્ડીંગનું પ્લાનીંગ કરનાર આર્કીટેક્ટ માંગુકીયા અને પાનસુરીયાના લાયનસન્સ સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત જૂનિયર ઈજનેર તરીક ફરજ બજાવતા હરેરામ દુર્યોધનસિંઘને તક્ષશિલા આર્કેડમાં ગેરકાયદેસર બાંધકામ અંગે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલી ઓન લાઈન ફરીયાદ વિશે યોગ્ય પ્રતિભાવ નહીં આપવા બદલ ફરજ મોકુફ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
જ્યારે તક્ષશિલા અગ્નિકાંડમામલે કેતન પટેલને પોલીસ સાથે તપાસ માટે નોડલ ઓફીસર તરીકે નિમણૂંક આપવામાં આવી છે.
ડીઆર ગોહીલની વરાછા ઝોનમાંથી ટ્રાફીક સેલમાં બદલી કરી દેવામાં આવી છે. બી.આર.ભટ્ટની સ્લમ અપગ્રેડેશનમાંથી નવા વરાછા-સરથાણા ઝોનમાં ડી.આર ગોહીલની જગ્યાએ બદલી કરવામાં આવી છે. શ્રીમતી ટીએન કલથીયાની ટ્રાફીક સેલમાંથી સ્લમ અપગ્રેડેશન સેલમાં બીઆર ભટ્ટની જગ્યાએ બદલી કરવામાં આવી છે.
કમિશનર થેન્નારસને આ ઉપરાંત ન્યૂ ઈસ્ટઝોન-સરથાણાના ઝોન વડા તરીકે એનવી ઉપાધ્યાયને નિમણૂંક આપી છે. આ સાથે કેટલાક અધિકારીઓને ખાતાની ફાળવણી કરી છે અને કેટલાકના ખાતાઓમાં ફેરબદલ કર્યા છે. એનવી ઉપાધ્યાય પાસે ન્યૂ ઈસ્ટ ઝોન વરાછા ઉપરાતં સ્વામી વિવેકાનંદ ઓડિટોરીયમ, સરથાણા નેચર પાર્ક, આઉટર રીંગરોડ પ્લાનીંગ અને વર્કસની જવાબદારી આપવામાં આવી છે જ્યારે જે.એમ પટેલને ટાઉન પ્લાનીંગમાં યથાવત રાખવામાં આવ્યા ચે અને કેતન પટેલને ટાઉન પ્લાનીંગ તથા સેન્ટ્રલ ડીઝાનીંગ, એડવર્ટાઈઝીંગ હોર્ડીગ્સ અને સિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ આપવામાં આવ્યા છે. આર.જે.પંડયાને સાઉથ વેસ્ટ ઝોન તથા ઈન્ડોર સ્ટેડીયમ સહિતની જવાબદારી અપાઈ છે. એમડી જરીવાલાને ઈસ્ટ ઝોન-વરાછાની જવાબદારી આપવામાં આવી છે. ડીસી ગાંધીને હાઉસીંગ, જેએમ દેસાઈને સાઉથ-ઈસ્ટઝોન અને એ.એમ.દૂબેને સાઉથ ઝોનની જવાબદારી આપવામાં આવી છે.