મોદીની જીતની આવી રીતે પણ કરાઈ ઉજવણી, સુરતમાં 200 “મોદી કુલ્ફી” ટપોટપ વેચાઈ ગઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચાહકોના અનેક રૂપ જોવા મળે છે. ત્યારે સુરતના એક આઈસ્ક્રીમ પાર્લરના સંચાલકે લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને મળેલી ભવ્ય જીતને વધાવવા ખાસ મોદી સીતાફળ કુલ્ફી બનાવી છે જે લોકોમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.

પાર્લે પોઈંટ ખાતેના સરગમ શૉપિંગ સેન્ટરમાં કુલ્ફ્રીઝ-આઈસ્ક્રીમના નામે આઈસ્ક્રીમ પાર્લર ચલાવતા વિવેક અજમેરા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોટો પ્રશંસક છે. ગઈકાલે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને મળેલી જીતને અનોખી રીતે વધાવવા માટે તેમને મોદી સીતાફળ કુલ્ફી બનાવી હતી.

આ અંગે કુલ્ફ્રીઝના વિવેક અજમેરાએ જણાવ્યું હતું કે ”મોદી સીતાફળ કુલ્ફી” માટે 24 કલાકનો સમય લાગ્યો. 24 કલાક દરમિયાન 200 કુલ્ફી તેમણે બનાવી હતી ત્યારે આઈસ્ક્રીમ ખરીદવા માટે પણ લોકોની પડાપડી જોવા મળી હતી. થોડા જ સમયમાં તમામ કુલ્ફીઓ વેચાઈ ગઈ હતી.