ગયા વર્ષ નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગુજરાત સરકાર વેકશનની જાહેરાત કરી હતી અને તે પ્રમાણે વેકેશન આપવામાં આવ્યું હતું અને દિવાળીનું વેકેશન ટૂંકાવી દેવામાં આવ્યું હતું પરંતુ વાલીઓ અને શાળાઓ દ્વારા સખત વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગાંધીનગરના સૂત્રો દ્વારા જાણવા મળેલી માહિતી મુજબ ગુજરાત સરકારે આ વર્ષે નવરાત્રીના સમય ગાળા દરમિયાન વેકેશન જાહેર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નવરાત્રીમાં સરકાર દ્વારા જિલ્લા શિક્ષણ બોર્ડ નવરાત્રીની 9 રજા આપવામાં આવી હતી. તેના માટે સમગ્ર ગુજરાતમાં ઉહાપોહ મચી જવા પામ્યો હતો. આજે શિક્ષણ બોર્ડ દ્વારા નવરાત્રીની રજા આપવામાં આવી હતી તે હવેથી રદ્દ કરી દેવામાં આવી છે.