શપથ લેતા પહેલાં PM મોદી આ તારીખે આવી શકે છે ગુજરાત

વડાપ્રધાન તરીકે ફરી એક વાર શપથ ગ્રહણ કરતા પહેલા વડાપ્રધાન મોદી વારાણસી અને ગુજરાતની મુલાકાત લેશે.  પીએમ મોદી પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં 28મીએ અને ગુજરાતમાં 29મી તારીખે આવે તેવી સંભાવના ચે.

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો કરી નાંખ્યા બાદ પ્રચંડ બહુમતિ સાથે વિજય હાસલ કરનારા પીએમ મોદીએ 16મી લોકસભા ભંગ કરવાના કેબિનેટના નિર્ણયની રાષ્ટ્રપતિને જાણ કરી છે. ત્રીજી જૂને16મી લોકસભાની અવધિ સમાપ્ત થઈ રહી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે સંસદને ભંગ કરી દીધી છે. 17મી લોકસભાનું ત્રીજી જૂને ગઠન થશે ત્યાર બાદ ચૂંટણી પંચ રાષ્ટ્રપતિને નવા ચૂંટાયેલા સાંસદોની યાદી સુપરત કરશે. વડાપ્રધાન તરીકે પીએમ મોદી 30મી તારીખે શપથ ગ્રહણ કરશે.